ટુંકી વાર્તા
*ટુંકી વાર્તા *
વાર્તા’ પ્રાચીન અને સર્વકાલીન છે, પણ ‘ટૂંકીવાર્તા’ કે ‘નવલિકા’ એ અર્વાચીન ને આધુનિક, અન્ય સ્વરૂપોની અપેક્ષાએ મોડું કે પાછળથી ઉદ્ભવેલ ટૂંકું કથાત્મક સાહિત્ય સ્વરૂપ છે. કેટલાક વાર્તાને ભારતીય પરંપરાને સ્વરૂપ ગણવા મથે છે તો તેના મૂળ ‘પંચતંત્ર’ની વાર્તાઓ જેવી સંસ્કૃત વાર્તાઓમાં શોધે છે. પણ એ શોધ મિથ્યા છે. કારણ કે ટૂંકીવાર્તા એ સંપૂર્ણ પાશ્ચાત્ય સાહિત્ય સ્વરૂપ છે.
*ટૂંકીવાર્તા: ઉદ્ભવ-વિકાસ:-
યુરોપમાં પણ ટૂંકીવાર્તાના મૂળ પ્રાચીન કથાત્મક કૃતિઓમાં શોધવાના પ્રયત્ન થયા છે. પ્રાચીન ગ્રીક સંવાદો, રોમના પ્રાચીન ‘રોમાન્સ’ પુનઃજાગૃતિ યુગની ધૂર્ત કથાઓ, સાહસકથાઓ અને પશુ-પંખીની વાર્તાઓ-કથાઓ, ઈશપની બોધકથાઓ જેવી વાર્તાકૃતિઓમાં વાર્તાતત્વ અવશ્ય છે પણ તેમાંના દેવીતત્વ, અદ્ભુત ચમત્કારો, કલ્પના વિલાસ વર્ણન વગેરે અર્વાચીન વાર્તાના લક્ષણો નથી. જૂની વાર્તા પરંપરા છે. તેથી ટૂંકીવાર્તા એ પશ્ચિમમાં સર્જાયેલી પણ અર્વાચીન ને આધુનિક સ્વરૂપ છે. તેનું અનુસંધાન પ્રાચીન વાર્તાકૃતિઓ સાથે નથી.
ટૂંકીવાર્તા એ ૧૯મી સદીમાં અમેરિકામાં શરુ થયેલું સાહિત્યસવરૂપ છે. ભારતમાં ૨૦મી સદીમાં રવીન્દ્રનાથ ટાગોર ટૂંકીવાર્તાના સર્જક તરીકે પ્રદાન કરે છે ને ગુજરાતમાં તો ૨૦મી સદીની પહેલી ૨૫સી પછી વાર્તા આરંભાઈ છે. ટૂંકીવાર્તાનું સ્વરૂપ અમેરિકામાં સૌપ્રથમ ઘડાયું, તેમાં માનવ હેયાની કોમળ લાગણીઓ હાસ્ય-કટાક્ષ, જન-માનસ, ભાવનાઓના સમિશ્રણમાંથી વાર્તાનો પીંડ ઘડાયો. તેણે કથન-વર્ણન ને સંવાદથી કામ લીધું. ભારતના ટાગોર પણ વિશ્વ વાર્તાના વિકાસમાં સીમા-સ્તંભ રૂપ છે. ટાગોરની વાર્તાઓએ ભારતીય ભાષાઓને ટૂંકીવાર્તા તરફ વાળી. એમ ૨૦મી સદીમાં ટૂંકીવાર્તાના સાર્વજનિક રસનો વિષય બન્યો અને તેનું કલાત્મક રૂપ પ્રગટ થયું.
નવલિકા એ નવલકથાના અનુસંધાનમાં પ્રગટેલું ને લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ છે. નવલિકાને નવલકથાની લોકપ્રિયતાનો લાભ મળ્યો. ઝડપી જમાનામાં નવલકથા વાંચવાનો સમય ક્યાંથી કાઢવો? ટૂંકીવાર્તા એકીબેઠા કે અડધા-એક કલાકમાં વંચાય જાય, ને પાછી વળી અન્ય સામાયિકોમાં સરળતાથી ઉપલબ્ધ થાય. એથી ભણેલા લોકો ટૂંકીવાર્તાના બંધાણી રસિયા થયા, એમ ટૂંકીવાર્તા નવલકથાનું વિકલ્પ બન્યું, જેમને વાર્તારસની ભૂખ છે એવા રસિક વાંચકોને સંતોષી રહી અને લોકપ્રિય ટૂંકું વાર્તા સ્વરૂપ બન્યું. સાહિત્ય સ્વરૂપોમાં અનોખું સ્થાન પામ્યું.
*ટૂંકીવાર્તાની વ્યાખ્યા:-
ટૂંકી વાર્તાની આરંભની વ્યાખ્યાઓ તેના ટુંકાણને લક્ષમાં રાખીને કરવામાં આવી છે.
એડગર કહે છે- ‘ અડધા કલાકથી માંડીને એક-બે કલાકમાં વાંચી રહેવાય તેવી વાર્તાને ટૂંકી વાર્તા કહેવાય.’
હડસને કહ્યું છે તેમ- ‘ટૂંકી વાર્તા એકી બેઠકે વાંચી શકાય એવી હોવી જોઈએ.’
ટૂંકીવાર્તાની શ્રી મુન્શીએ “અર્વાચીન સાહિત્યનો અપૂર્વ પુષ્પો” તરીકે ઓળખાવી છે. ટૂંકી વાર્તાના મૂળ માનવ જીવનના રસ અને આસપાસના જગતની અંતરનો અને બહિભુંર્ગ એમ બંને પ્રકારની વૃતીઓના રસમાં છે. ટૂંકી વાર્તાનું માનવ સંવેદના સાથેના દોઢ સેકું છે. અને એટલે જ સારું કોઈને પોતીકી લાગે છે.
ટૂંકી વાર્તાને આપણે અંગ્રેજીમાં Short Story એમ કહીએ છીએ.
ગુજરાતી ટૂંકીવાર્તાને લેખક ધૂમકેતુએ ‘તણખો’ કહી છે. “જે વીજળીના ચમકારા પેઠે એક દ્રષ્ટિ બિંદુ રજુ કરતા શોસરવી નીકળી જાય અને બીજી ઝાઝી લક્ષ વિના અંગુલી નિર્દેશક કરીને સુતેલી લાગણીઓ જગાડી વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી કાઢે એ ટૂંકી વાર્તા.” નવલકથા જે કહેવાનું હોય તે કહી નાખે છે. ટૂંકીવાર્તા કલ્પના અને લાગણીઓને જગાડીને જે કહેવાનું હોય તેના માત્ર ધ્વનિ જ તણખો મુકે છે.
બ.ક.ઠાકોર ટૂંકી વાર્તાની વ્યાખ્યા આપતા કહે છે:-“એક પલાઠીએ વાંચી લેવાય તે નવલિકા.”
શ્રી ઉમાશંકર જોશીએ વાર્તાની વ્યાખ્યા આપતા કહ્યું છે કે – “ટૂંકીવાર્તા એ લેખકની વિશિષ્ટ ભાવ પરીસ્થીતીએ કથ્યવૃતાંતની મદદથી લીધેલો કલાઘાટ.” આ વ્યાખ્યામાં કલાઘાટનો મુદ્દો મહત્વનો છે.
કથ્યવૃતાંત એટલે કહેવાની રીત સવીધાન.
કલાઘાટ એટલે તેયાર થયેલી વાર્તાની આકૃતિ એનો કલાદેહ રૂપરંગ આખરે પ્રક્રિયાને અંતે નીપજી આવેલા આકારનો કલાદેહનો મહત્વ. ઉમાશંકર જોશી ટૂંકીવાર્તાને-“અનુભુતીકરણ” કહે છે, એટલે કે અનુભૂતિની સંક્ષિપ્તતાપર ભાર મુકે છે તો ચુનીલાલ મડિયા ટૂંકીવાર્તાની સંદર્ભમાં નોંધ્યું છે કે – સાચી વાત એ છે કે નિયમો વડે વાર્તા લખાતી નથી. પણ લખાયેલી વાર્તાઓમાંથી નિયમો ઉભા થાય છે. તેથી જ ટૂંકી વાર્તા માટે નિયમ સ્થાપીએ તો સવા લાખ થાપવા પડે એવી પરિસ્થિતિ છે.” એમના માટે ટૂંકીવાર્તા એટલે ‘ક્ષણધનીલીલા’ એમ કહી સંક્ષિપ્ત પરિમાણ પર ભાર મુકીએ છે.
ડૉ. સુરેશ જોશીએ નોધ્યું છે કે – “ટૂંકીવાર્તાની વ્યાખ્યા બાંધવાના અનેક પ્રયત્ન થયા છે. એનો ક્રમિક વિકાસ પણ આલેખ્યો છે. પણ આમ છતાં ટૂંકીવાર્તાને ઓળખવા ટૂંકી વાર્તા પાસે જવું એ જ વધુ અનુકુળ ઉપાય છે.
આધુનિક વાર્તાના સર્જક સુરેશ જોશીના મતે વાર્તા એટલે કે- “નિજાનંદની લીલા” ટૂંકીવાર્તામાં ઘટના હાસ કે ઘટનાનું તિરોધાન નીજાનંદનો ધ્યેય એબ્સર્ડ અને ફેન્ટસીમાં રહેલા જીવનના સત્યને પ્રગટ કરવાની અભિશા ભાષાશેલીના અપેક્ષિત છે.
આમ ટૂંકીવાર્તા એટલે જીવનના નાનકડા અંશકી અનુભૂતિ એક લક્ષ્યતાથી પ્રભાવ કરી તે કલાત્મક રીતે અનુભૂતિ સાથે અભિવ્યક્તિની એકાગ્રતાથી રજુ કરતું લઘુ કથાત્મક ગદ્ય સ્વરૂપ ટૂંકીવાર્તા લક્ષ્યવિધિ કલાસાધના છે. ધ્વનીને સંકેતની કલા છે.
ટૂંકીવાર્તાના જીવનના નાનકડા ખંડને અનુભૂતિકણને કથાત્મક કલાત્મક સ્વરૂપે અત્યંત પ્રભાવક રીતે આલેખે છે. એના અંતના તત્વરૂપ અનુભૂતિ કદે નાની કે ટૂંકી છે અને તે એક ઘટનાત્મક અનુભૂતિ છે. તેથી વાર્તા બને છે. નાનકડી ઘટનાત્મક અનુભૂતિ એવી છે કે વીજળીની કે તીરની જેમ ચિતને સચોટ સ્પર્શે છે. ચિત્તમાં એક તણખો કે એક ચિનગારી મૂકી જાય છે ને સંવેદનોની પરંપરા- વલયલીલા ચાલ્યા કરે છે. એવી રીતે વાર્તા પૂરી થાય છે કે અંતનો ડંખ ક્યાય સુધી સતાવ્યા કરે છે. વાર્તા પૂરી થયા પછી ભાવકના ચિતમાં વાર્તા શરુ થાય છે. ટૂંકીવાર્તા પોતે ટૂંકી છે, પણ તેની આગળ એક જીવન ધબકે છે અને પાછળ પણ એક હ્રદય ધબકે છે. એ માત્ર ‘ક્ષણાધની લીલા’ તો વાર્તામાં છે. આજુબાજુ તો આખો ભવ સાગર ઉછળે છે. પણ વાર્તા બિંદુમાં સિંધુનું, પાંદડીમાં ઉપવનનું દર્શન કરાવે છે, ટૂંકીવાર્તા ધ્વનિની કે પ્રતીકની કળા છે. એ પ્રસંગો, ઊર્મિકાવ્ય છે. તેનો એક ક્ષણનો અનુભૂતિ કણ પણ કથાત્મક છે.
*ટૂંકીવાર્તાનાં લક્ષણો/ઘટકતત્વો/લાક્ષણીકતા:-
ટૂંકીવાર્તાના મુખ્ય અંગો કે ઘટકો ત્રણ છે.
(૧) કથાનક-ઘટના
(૨) ચરિત્ર-પાત્રાલેખન
(૩) પરિવેશ-સ્થળ,કાળ,વાતાવરણ
ગોણ ઘટક તત્વોમાં
(૧)રચના પદ્ધતિ
(૨) કથોપકથન કે સંવાદ
(૩) શીર્ષક
(૪) રસનિષ્પતિ
(૫) ઉપદેશ
(૬) આરંભ અને અંત
(૭) ભાષાશેલી
*ટુંકી વાર્તા સંગ્રહો:
👌👌👌
ReplyDelete